Posts

આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું.

Image
  આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું. આદિજાતિ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં આર્થિક સહાય પૂરી પાડતી સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ – ફ્રી શીપ કાર્ડ યોજના નવસારીના કિન્નરીબેન પટેલનું ડોક્ટર બનવાનું સપનું થયું સાકાર, સરકારશ્રીએ કરી આર્થિક સહાય સરકારની આ યોજકીય સહાયથી હવે મારી દીકરી પણ ડોક્ટર બની શકશે : રમેશભાઈ પટેલ (લાભાર્થીના પિતા) પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી આદિજાતિના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મળે તેવો સરકારશ્રીનો ઉમદા હેતુ ** ( આલેખન:ભાવિન પાટીલ ) (નવસારી:સોમવાર): ડોકટર બનવાનું સપનું જોયે રહેલ નવસારીની વિધાર્થીની રાજ્ય સરકાર દ્વારા અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ - ફ્રી શિપ કાર્ડ યોજના થકી આર્થિક સહાય મેળવી સપનાને પૂર્ણ કરવાની રાહ પર છે. વાત છે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

Image
નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ.

Image
   Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 18/-07- 2024 અને 19-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની દ્વિ દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. ખેરગામ બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા હતા. સક્ષમ તાલીમના તજજ્ઞોમાં શ્રી કિરીટભાઇ પટેલ(વાડ મુખ્ય શાળા ,Htat), અલ્પેશભાઈ પટેલ (બહેજ પ્રા.શાળા, Htat), કાશ્મીરાબેન પટેલ (પાણીખડક પ્રા.શાળા, મુખ્ય શિક્ષક), વર્ગ સંચાલક ટીનાબેન પટેલ (સી.આર.સી) દ્વારા શિક્ષકોને સક્ષમ તાલીમ આપવામાં આવી હતી. જેમાં કિરીટભાઈ પટેલ દ્વારા આબોહવા પરિવર્તન,પર્યાવરણ, સ્વચ્છ હરિયાળી શાળા, ગ્રીન શાળાઓ, સલામત શાળાઓ, સુલભ શાળાઓ પર ચર્ચા કરી શિક્ષકોને માહિતગાર કર્યા હતા.  જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વિષયો પર સ્વચ્છ પાણી, ગંદુ પાણીનું રિસાયકલ, દિવસ દરમ્યાન વિદ્યાર્થીને પાણીની જરૂરિયાત, શૌચાલય, કન્યાઓ માટે નોડલ શિક્ષિકાની નિમણુંક કરી તેમનાં મુઝવતા પ્રશ્નોના નિકાલ અને

નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

Image
નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ નવસારી જિલ્લા આયોજન મંડળ હેઠળના વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નોની સમીક્ષા કરાઈ - વિકાસકામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ----- નવસારી,તા૧૯: નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાનના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ યોજના હેઠળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નો, જિલ્લા સ્વાગત, ડિઝાસ્ટર, પુરવઠા તથા જિલ્લામાં ચાલતા અગત્યના પ્રોજેક્ટસોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ જિલ્લાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાની કામગીરી ઘણી સારી છે. રાજ્ય સરકાર સર્વે વ

Surat, Tapi district pincode number

Surat, Tapi district pincode number  • Agnovad ~ 395003 • Athwa ~ 395007 • Athwalines ~ 395001 • Bajipura ~ 394690 • Baleshwar ~ 394317 • Bardoli H Q ~ 394601 • Baroda Rayon ~ 394220 • Bedkuvadoor ~ 394363 • Bhadbhuja ~ 394378 • Bhagal ~ 395003 • Bhatha ~ 394510 • Bhavanivad ~ 395003 • Bodhan ~ 394140 • Bombay Market ~ 395003 • Buhari ~ 394630 • Cenral Colony ~ 394680 • Central Pulp Mills ~ 394660 • Chalthan ~ 394305 • City ~ 395003 • Dumas ~ 394550 • Fertilizernagar Tribhco S ~ 394515 • Fort Songadh ~ 394670 • Gadat (bihar) ~ 394631 • Gangadhra R S ~ 394310 • Ghala ~ 394155 • Goddod ~ 395007 • Godsamba ~ 394163 • Gopipura ~ 395001 • Govt Medical College ~ 395001 • Hajira ~ 394270 • Hathuran ~ 394125 • Inderpura ~ 395002 • Jhampa ~ 395003 • Kadod ~ 394335 • Kadodara ~ 394327 • Kakrapar ~ 394360 • Kamrej ~ 394180 • Kamrej Char Rasta ~ 394185 • Kanpura ~ 394650 • Kapura ~ 394655 • Karchelia ~ 394240 • Kathor ~ 394150 • Khatodra ~ 395002 • Kholvad ~ 394190 • Kim ~ 394110 • Kos ~ 394690 •

Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
   Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૧૭-૦૭-૨૦૨૪નાં દિને ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂત ભાઈ-બહેનોને કિટ/એસેટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે નરેશભાઈ પટેલે ખેડૂત ભાઈ - બહેનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા ખેત ઉત્પાદન, સિંચાઈ, સહકાર અને પશુપાલન સમિતિ, જિ.પં.નવસારીના અધ્યક્ષશ્રી નિકુંજભાઈ પટેલ, નવસારી જિ.પં.ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા તથા પદાધિકારીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ... Posted by  Naresh Patel  on  Wednesday, July 1

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

Image
 Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામાં