Posts

Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું.

Image
Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું. તારીખ 11-09-2024નાં દિને ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું. જેમાં શામળા ફળિયા સી.આર.સી.માં સમાવિષ્ટ 11 સરકારી શાળાઓ અને 1 ખાનગી શાળાએ ભાગ લીધો હતો. વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં 5 કૃતિ,વિભાગ ૨ પરિવહન અને સંચારમાં 1 કૃતિ, વિભાગ 3 પ્રાકૃતિક ખેતીમાં ૩ કૃતિ,વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગમાં ૫ કૃતિ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનમાં ૧ કૃતિ મળી કુલ ૧૫ કૃતિ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિભાગ 1માં( ટ્રાફિક વાળી જગ્યાએ CO2નો નિકાલ) નાંધઈ પ્રાથમિક શાળા, વિભાગ 2માં (ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન) શામળા ફળિયા પ્રાથમિક શાળા, વિભાગ 3માં ( નેચરલ ફાર્મિંગ) નારણપોર પ્રાથમિક શાળા, વિભાગ 4માં (ગુણોત્તર માપકયંત્ર) નારણપોર પ્રાથમિક શાળા અને વિભાગ 5માં (નાળિયેરની છાલમાંથી કોકપિટની બનાવટ) નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તમામ કૃતિઓઓનું નિરીક્ષણ કાર્ય જનતા માઘ્યમિક શાળાનાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો શ્રી પ્રિતેશભાઈ પ

નવસારી જિલ્લાનું ગૌરવ : જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા

Image
                     નવસારી જિલ્લાનું ગૌરવ - નવસારી જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા #teamnavsari   #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj   pic.twitter.com/LlwkbIgpVM — Info Navsari GoG (@InfoNavsariGoG)  September 5, 2024  નવસારી જિલ્લાનું ગૌરવ :  જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા  નવસારી,તા.૦૫: એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. શિક્ષકની શક્તિ અપરંપાર છે. શિક્ષણથી મોટું પવિત્ર કર્મ બીજું કોઈ નથી. આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા, સમાજ નિર્માતા અને પરિવાર નિર્માતા છે. સુખ અને શાંતિનો આધાર શિક્ષક છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ટાગોર હૉલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના ૨૮ શિક્ષકોનું 'શ્રેષ્ઠ શિક્ષક પાર

નવસારી જિલ્લાના બે શિક્ષકો આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' મેળવશે

Image
          નવસારી જિલ્લાનું ગૌરવ 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એવોર્ડ મારા માટે એક લેન્ડમાર્ક બન્યો છે. આ એવોર્ડ હું મારી મહેનતને સમર્પિત કરું છું.- ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગર ગણદેવાના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ નવસારી જિલ્લાના બે શિક્ષકો આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' મેળવશે ગણદેવી તાલુકાના ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગરના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ તથા નવસારી તાલુકાના ઇટાળવાના બી.આર.સી કોર્ડીનેટર શ્રી શશિકાન્ત જેરામભાઇ ટંડેલને મુખ્યમંત્રીશ્રીના હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એનાયત કરાશે નવસારી,તા.૦૪: આજે તા.૦૫ સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ સમારોહ યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી સન્માનવામાં આવશે. નવસારી જિલ્લા માટે ગર્વની બાબત છે કે નવસારી જિલ્લાના બે શિક્ષકોની પસંદગી 'શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક' તરીકે થઇ છે.  નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખુ.વ.સા.હાઇસ્કુલ

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                                                        વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપ